ગુજરાત

સૌરાષ્ટ્રના આ ગામોમાં વરસાદ સાથે વંટોળીયા આવતા આકાશમાં અનેરા દ્રશ્યો સર્જાયા – જુઓ વિડીઓ…

હવે ચોમાસાનું આગમન થતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. અનેક જગ્યાએ વરસાદ પણ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસાની ઋતુમાં આકાશમાં અવારનવાર અવનવા દ્રશ્યો જોવા મળે છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની છે. વરસાદ સાથે વાવાઝોડું તમે ભાગ્યે જ જોશો. સુરેન્દ્રનગરમાં વરસાદ સાથે ભયંકર ચક્રવાત સર્જાયો હતો. જેના કારણે આકાશમાં અનેક દ્રશ્યો સર્જાયા હતા.


પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામની આસપાસના વિસ્તારમાં વંટોળીયા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આહિયાના દ્રશ્યો જાણે આકાશમાંથી સફેદ વાદળોનું વંટોળ જમીન પર અથડાતા હોય તેવું લાગ્યું.

આવા વાવંટોળ વિદેશમાં અવારનવાર જોવા મળે છે જે ખૂબ જ ઘાતક અને ખૂબ જ નુકસાનકારક હોય છે. લોકો આ વાવંટોળની તસવીરો પોતાના મોબાઈલમાં કેદ કરવા લાગ્યા. સાથે જ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાવાઝોડાને પગલે જ્યોતિપરા ગામે માટીના મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા. આ ઉપરાંત બે વીજ થાંભલા પણ ધરાશાયી થયા હતા. આ વાવાઝોડામાં એક વ્યક્તિને ઇજા પણ થઇ હતી.

આ ઉપરાંત હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે આગાહી કરી છે કે 24 જૂનથી વરસાદનું જોર વધશે.બીજી તરફ રાજ્યના 21 તાલુકા એવા છે કે જ્યાં બિલકુલ વરસાદ થયો નથી. આમ ગીર-સોમનાથ દીવ, સુરત, દાદરા નગર હવેલી, ભાવનગર, તાપી, વલસાડ, નવસારી, દમણ, અમરેલીમાં 24 જૂનથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Back to top button