ગુજરાત

સુરત: મોબાઈલની દુકાનમાં ઘુસી મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી CCTVમાં કેદ…

શહેરમાં દિવસેને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે અને કેટલી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરના રીઢો ગુનેગારો બેફામ બની રહ્યા છે. પોલીસના હાથે અનેક ગુનેગારો ઝડપાયા હોવા છતાં શહેરમાં તસ્કરોનો આતંક ઓછો થતો નથી. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં તસ્કરો મોબાઈલ શોપમાં ઘૂસી મોબાઈલ અને રોકડની ચોરી કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનો પુણા વિસ્તાર તસ્કરોના ત્રાસમાં આવી ગયો છે. અહીં મોબાઈલની દુકાનમાં ઘૂસીને બિન્દાસ ચોરી કરતા બે ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. બે ચોરોએ મેઈન રોડ પર આવેલી મોબાઈલની દુકાનનું તાળું તોડી મોબાઈલ અને રોકડની ચોરી કરી હતી. જે અનેક સવાલો ઉભા કરે છે.

ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે બંને તસ્કરો ચોરી કરી રહ્યા છે. મેઈન રોડ પરના પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. બંને તસ્કરો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

Back to top button