Uncategorized

સુરતમાં વિધર્મી યુવકે દલિત પરિવારની ૧૫ વર્ષની કિશોરીને લગ્નની લાલચે બે-બે વાર ભગાડી દુષ્કર્મ આચર્યું…

સુરતના વરાછા વિસ્તારમાં 15 વર્ષની યુવતીને વિધર્મી યુવક દ્વારા લગ્નની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ બે વખત ભાગી ગયો હતો. હાલમાં પોલીસે પોસ્કો દુષ્કર્મ અને એટ્રો સિટી એક્ટનો કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વરાછામાં રહેતા દલિત પરિવારની સગીરાનું તેના જ મહોલ્લામાં રહેતા બિન મુસ્લિમ યુવકે અપહરણ કર્યું હતું. સગીરાને પુણેમાં ભાડાના મકાનમાં લઈ જઈ તેના પર બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. વરાછા પોલીસે આરોપી કરણ ઉર્ફે ઈસરાજ ખાનની ધરપકડ કરી હતી. વરાછા પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ વરાછામાં અર્ચના સ્કૂલ પાસેની સોસાયટીમાં યુપી-આગ્રા પરિવાર રહે છે.

આ દલિત પરિવારની 18 વર્ષની પુત્રી ગત તા. 19મીએ સવારે 10 વાગ્યાથી ગુમ. પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં સગીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન પરિવારને ખબર પડી કે આ જ સોસાયટીમાં રહેતો કરણ નામનો છોકરો પણ ગુમ છે. કરણ સગીરાને ભગાડી ગયો હોવાની શંકાના આધારે પરિવારજનોએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે કરણનું સાચું નામ ઇ સરાજ ઉર્ફે કરણ મોહમ્મદ જલીલ ખાન હતું. દરમિયાન કરણ ઉર્ફે ઇસરાજ તા. 20મીએ સવારે ઘરે આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. પોલીસે ઈસરાજની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારપછી પોલીસની ઉલટતપાસમાં ઈસરાજે ગુનો કબૂલી લીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, ઈસરાજ દરજીનું કામ કરે છે. ઇસરાજ છેલ્લા છ વર્ષથી સગીરાના સંપર્કમાં હતો. એક જ સોસાયટીમાં રહીને તેઓ નિયમિત વાતચીત પણ કરતા હતા. છેલ્લી તારીખ 19મીએ ઇસરાજે સગીરાને નીચે મળવા બોલાવી હતી. ઈસરાજ સગીરાને લગ્નની લાલચ આપી પુણેની સીતારામ સોસાયટીમાં ભાડાની રૂમમાં લઈ ગયો હતો.

અહીં આરોપી ઈસરાજે સગીરા સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ સગીરાને એકલી છોડી દીધી હતી અને બીજા દિવસે તેના ઘરે આવેલી પોલીસે તેની ધરપકડ કરી હતી. વરાછા પોલીસે બળાત્કાર અને પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ઈસરાજ ઉર્ફે કરણ મહંમદ જલીલ ખાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button