રમત-જગત

ટીમ INDIA ને લાગ્યો મોટો ઝાટકો વિરાટ ખોહલી થયા…

ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પર કોરોનાની કાળી નજર છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચે તે પહેલા જ રવિચંદ્રન અશ્વિન કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. જે બાદ એવા અહેવાલો છે કે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો, પરંતુ હવે તે ફિટ છે.

કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી માલદીવથી રજા પર આવ્યા બાદ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જોકે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ રવાના થઈ ત્યાં સુધીમાં વિરાટ કોહલી ફિટ થઈ ગયો હતો.

BCCI તરફથી જવાબ
આ અહેવાલો પર કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. પરંતુ હવે બીસીસીઆઈના ખજાનચી અરુણ ધૂમલે પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીના કોરોના પોઝિટિવ હોવા અંગે અરુણ ધૂમલે કહ્યું, “મને તેની જાણ નથી. વિરાટ સંપૂર્ણ રીતે ફિટ અને સ્વસ્થ છે.”

અરુણ ધૂમલે સ્પષ્ટતા કરી હતી કે તેમની તરફથી ખેલાડીઓને કોઈ ચેતવણી આપવામાં આવી નથી. કારણ કે ઈંગ્લેન્ડમાં કોઈ બાયો-બબલ નથી, ખેલાડીઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરીને કંઈપણ કરી શકે છે. કોરોના સાથે અમારી ટીમના કેમ્પમાં કોઈ સમસ્યા નથી, દરેક વ્યક્તિ ફિટ છે અને મેચ રમવા માટે તૈયાર છે.

હાલમાં જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે BCCIએ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓની તસવીરો ફરતી થઈ હતી, જેમાં તેઓ ચાહકો સાથે તસવીરો ક્લિક કરી રહ્યા હતા. મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયા 16 જૂને ઈંગ્લેન્ડ પહોંચી હતી.ભારતીય ટીમ 1 જુલાઈથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે.ટેસ્ટ મેચો ઉપરાંત ત્રણ મેચની T20 સિરીઝ અને ત્રણ મેચની ODI સિરીઝ પણ યોજાશે.

Back to top button