જાણવા જેવું

આ મહિલાના ગર્ભમાં ઉછરી રહ્યા છે એકસાથે 13 બાળકો, જોઇને ડોકટરો પણ છે હેરાન…

સ્ત્રી માટે જોડિયા બાળકોને જન્મ આપવો સામાન્ય બાબત છે. પરંતુ હાલમાં જ મેક્સિકોથી જે કિસ્સો સામે આવ્યો છે તે જાણીને તમે પણ ચોંકી જશો. અહીં જાણવા મળ્યું છે કે હાલમાં એક મહિલાના ગર્ભમાં એક સાથે 13 બાળકો વધી રહ્યા છે. આ મહિલાએ અગાઉ એક વખત જોડિયા અને એક જ સમયે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. તે હાલમાં તેના ગર્ભમાં 13 બાળકોનો ઉછેર કરી રહી છે.

મહિલાના પતિ, ફાયરમેન એન્ટોનિયો સોરિયાનોએ કહ્યું કે તેમને પહેલાથી જ છ બાળકો છે. દંપતીએ બાળકોના ઉછેર માટે મદદ માંગી છે. એન્ટોનિયો સોરિયાનો અને તેની પત્ની મેરિત્ઝા હર્નાન્ડીઝ ફરી એકવાર માતાપિતા બનવા માટે તૈયાર છે. ત્યારબાદ રિપોર્ટમાં જાણવા મળ્યું કે મહિલાના ગર્ભમાં એક-બે નહીં પરંતુ 13 બાળકો એક જ સમયે ઉછરી રહ્યા હતા.

મહિલા પહેલેથી જ છ બાળકોની માતા છે. જો આ 13 બાળકો સુરક્ષિત રીતે જન્મ લે તો દંપતીને કુલ 19 બાળકો થશે. તો કાઉન્સિલર ગેરાર્ડો ગુરેરોએ લોકોને પરિવારની મદદ કરવાની અપીલ કરી છે. વધુમાં કાઉન્સિલરે જણાવ્યું હતું કે, એન્ટોનિયો છેલ્લા 14 વર્ષથી ફાયર ફાઈટર તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેમને જે પગાર મળે છે તે 19 બાળકોના ઉછેર માટે પૂરતો નથી.

સામાન્ય રીતે ગર્ભમાં બે કરતાં વધુ બાળકો હોય તો પણ ડિલિવરીનું જોખમ રહેલું છે. આ કિસ્સામાં, ડૉક્ટરે જણાવ્યું હતું કે, તમામ 13 બાળકો સ્વસ્થ છે. એક જ સમયે ગર્ભમાં 13 બાળકોનો ઉછેર થતાં ડોક્ટરો પણ ચોંકી ગયા છે. ગેરાર્ડોએ કહ્યું કે એક સાથે આટલા બધા બાળકો હોવા એ દુર્લભ કેસ છે.

Back to top button